મોરબી : માળીયા - કચ્છ હાઇવે પર હરિપર ગામ નજીક આવેલ એસએસ સોલ્ટ કારખાના સામે ગઈકાલે વહેલી સવારે આરજે - 19 - જીજી - 7364 નંબરના ટ્રક ચાલકે આગળ બંધ પડેલા જીજે - 12 - બીવી - 7191 નંબરના ટ્રક પાછળ પોતાનો ટ્રક અથડાવતા રાજસ્થાનના વતની ટ્રક ચાલક દેવારામ છોગારામ દારા ઉ.વ.30નું મોત નીપજ્યું હતુ. આ અકસ્માતના બનાવ અંગે બંધ પડેલા ટ્રકના ચાલક પંકજભાઈ અરજણભાઈ ગોંડલીયા રહે.જાલણસર તા.કાલાવડ, જી.જામનગર વાળાએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.