મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર મકનસર ગામ પાસે આવેલ આરાધના કારખાના નજીક રીક્ષા અને બાઈક લઈને ઉભેલા બે વ્યક્તિને બેકાબુ ટ્રક ચાલકે હડફેટે લેતા બન્નેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સાથે જ રીક્ષામાં મોટું નુકસાન થતા ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર મકનસર નજીક રોડની સાઈડમાં ઉભેલા ફરિયાદી મોજેરામ કેશવદાસ દુધરેજીયા રહે.રાતાવીરડા તા. વાંકાનેર વાળા રીક્ષા લઈને અને કરણાભાઈ ગોલતર બાઈક લઈને ઉભા હતા ત્યારે એમપી - 09 - એચએચ - 6919 નંબરના ટ્રક ચાલકે બન્નેને હડફેટે લેતા બન્નેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના આ બનાવ અંગે મોજેરામભાઈએ અકસ્માત સર્જી રીક્ષામાં નુકશાન કરનાર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.