Tuesday - May 05, 2026

મોરબીના આંદરણા પાસે ડમ્પર રોડ પર આડું આવતા બાઈક સાથે ટક્કર થતા બે ઘાયલ

મોરબીના આંદરણા પાસે ડમ્પર રોડ પર આડું આવતા બાઈક સાથે ટક્કર થતા બે ઘાયલ

મોરબી : મોરબી - હળવદ હાઇવે પર આંદરણા અને ઉંચી માંડલ ગામની વચ્ચે Q-7 કારખાના પાસે જીજે - 36 - એક્સ - 1161 નંબરના ડમ્પર ચાલકે અચાનક પોતાનું ડમ્પર રોડ પર આડું નાખતા જીજે - 36 - એબી - 2157 નંબરનું બાઈક લઈ મોરબી તરફ આવી રહેલા ફરિયાદી દેવજીભાઈ રાજુભાઇ સારલા રહે.રણછોડગઢ તા.હળવદ અને તેમના નાના ભાઈ અલ્પેશને હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં દેવજીભાઈને હાથમાં ફ્રેક્ચર થયું હતું અને અલ્પેશભાઈની પેશાબની નળી ફાટી જતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.