Tuesday - May 05, 2026

પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીતની ભવ્ય ઉજવણી કરતું મોરબી જિલ્લા ભાજપ

પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીતની ભવ્ય ઉજવણી કરતું મોરબી જિલ્લા ભાજપ

મોરબી : પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને સત્તા હાંસલ કરી છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનવાના આનંદમાં મોરબીમાં કાર્યકરોએ ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠી, ફટાકડા ફોડીને અને એકબીજાના મોં મીઠા કરાવીને ભારે હર્ષોલ્લાસ સાથે ખુશી વ્યક્ત કરી હતી. આ વિજયોત્સવમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, મહામંત્રી નિર્મલભાઈ જારિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના અનેક કાર્યકરો અને ચૂંટાયેલા કોર્પોરેટરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાએ જણાવ્યું હતું કે, 40 વર્ષ પહેલા અટલ બિહારી વાજપેયીએ જે સપનું જોયું હતું કે "અંધેરા હટેગા, સૂરજ નિકલેગા, કમલ ખીલેગા" તે આજે વાસ્તવિક સ્વરૂપમાં સાકાર થયું છે. બંગાળની જનતા અગાઉની સરકારના ત્રાસમાંથી મુક્ત થઈને આજે સાચી આઝાદીનો અનુભવ કરી રહી છે. ભાજપ પર અતૂટ વિશ્વાસ મૂકવા બદલ બંગાળની જનતા અને ત્યાંના બલિદાન આપનાર તેમજ સંઘર્ષ કરનાર કાર્યકરોનો મોરબી ભાજપ દ્વારા વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીતની ભવ્ય ઉજવણી કરતું મોરબી જિલ્લા ભાજપ
પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીતની ભવ્ય ઉજવણી કરતું મોરબી જિલ્લા ભાજપ
પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીતની ભવ્ય ઉજવણી કરતું મોરબી જિલ્લા ભાજપ