મોરબી : મોરબી તાલુકાના જીકિયારી ગામ નજીક આવેલ ડેમ પાસે જીજે - 14 - ઝેડ - 7828 નંબરના ટ્રક ચાલકે જીજે - 03 - પીએફ - 7856 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ફરિયાદી દેવશીભાઈ તેજાભાઈ શિરોડીયા તેમજ વાછાભાઈ રહે.બન્ને બોડીઘોડી તા.પડધરી, જિલ્લો રાજકોટ વાળાને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડી હતી.અકસ્માતના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.