Saturday - Apr 18, 2026

વાંકાનેરમાં તસ્કરો ટ્રાન્સપોર્ટરની સ્કોર્પિયો હંકારી ગયા

વાંકાનેરમાં તસ્કરો ટ્રાન્સપોર્ટરની સ્કોર્પિયો હંકારી ગયા

વાંકાનેર : મોરબી શહેર - જિલ્લામાં વાહનચોરી કરતા તસ્કરો મોટર સાયકલ અને મોપેડની અવાર નવાર ચોરી કરી રહ્યા છે ત્યારે વાંકાનેર શહેરમાં શિવપાર્ક સોસાયટીમાં તસ્કરોએ હિમત કરી પાર્ક કરેલી સ્કોર્પિયો કારની ચોરી કરી જતા ટ્રાન્સપોર્ટરે ફરિયાદ નોંધાવી છે.

વાંકાનેર શહેરની શિવપાર્ક સોસાયટીમાં રહેતા ટ્રાન્સપોર્ટર રાણાભાઈ મૈયાભાઈ ઘેલીયાએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગત તા.10ના રોજ રાત્રીના સમયે તેમના ઘર પાસે પાર્ક કરેલી જીજે - 25 - બીએ - 0234 નંબરની સ્કોર્પિયો કાર કિંમત રૂપિયા 16 લાખ વાળી અજાણ્યા તસ્કરો લોક તોડી ચોરી કરી ગયા હતા.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે વાહનચોરી અંગે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.