Saturday - Apr 18, 2026

વાંકાનેરમાં બીજાના ઝઘડામાં વિના કારણે વૃદ્ધને ધક્કો મારી પછાડી દીધા

વાંકાનેરમાં બીજાના ઝઘડામાં વિના કારણે વૃદ્ધને ધક્કો મારી પછાડી દીધા

વાંકાનેર : વાંકાનેર શહેરમાં પરશુરામ પોટરી નજીક ત્રણ શખ્સોએ અંદરો અંદર ઝઘડો કરી રહ્યા હોવાથી આ ઝઘડામાં પોતાનો પૌત્ર માથાકૂટ નથી કરી રહ્યોને તે જોવા ગયેલા વૃદ્ધ પર ત્રણેય શખ્સોએ હુમલો કરી ધક્કો મારી પછાડી દઈ જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.


પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરમાં પરશુરામ પોટરી નજીક ડો.દેલવાડિયાના દવાખાને પાસે રહેતા મનજીભાઈ છનાભાઈ સોલંકી ઉ.74 નામના વૃદ્ધ ગત તા.11ના રોજ બપોરના સમયે ઘર નજીક આરોપી નિલેશ મુકેશ ગુગડીયા, સાહિલ મુકેશ ગુગડીયા અને આરોપી દિવ્યેશ મુકેશ ગુગડીયા ઝઘડો કરી રહ્યા હોવાથી તેમનો પૌત્ર દિલીપ આ માથાકૂટમાં નથી ને તે જોવા બનાવ સ્થળે જતા આરોપીઓએ મનજીભાઈને ધક્કો મારી પછાડી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.