Thursday - Jun 11, 2026

માટેલ- ઢુંવા રોડ પર ડમ્પરે બાઈકને હડફેટે લેતા બે ઘાયલ

માટેલ- ઢુંવા રોડ પર ડમ્પરે બાઈકને હડફેટે લેતા બે ઘાયલ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ - ઢુંવા રોડ પર ગત તા.23 ડિસેમ્બરના રોજ જીજે - 03 - ડીકયુ - 6243 નંબરના બાઈક પર જઈ રહેલા ફરિયાદી હરિભાઈ કરશનભાઈ સાડમિયા અને સાહેદ બનેસિંહ બાબુલાલ રહે.લિજોરા સિરામિક પાસે, માટેલ વાળાને ડમ્પર ટ્રક નંબર જીજે - 13 - એડબ્લ્યુ - 2654ના ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં બન્નેને પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ ડમ્પર સ્થળ પર મૂકી ડ્રાઇવર નાસી જતા ઘટના અંગે હરિભાઈની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.