Thursday - Jun 11, 2026

ધ્રોલ તાલુકાના હરિપરમાં શ્રી ગોરડીયા હનુમાનજી મંદિરનો નવનિર્માણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને હોમાત્મક મહારુદ્રયજ્ઞ યોજાશે.

ધ્રોલ તાલુકાના હરિપરમાં શ્રી ગોરડીયા હનુમાનજી મંદિરનો નવનિર્માણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને હોમાત્મક મહારુદ્રયજ્ઞ યોજાશે.

જામનગર: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હરિપર ગામે આગામી જાન્યુઆરી માસમાં એક ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ગોરડીયા હનુમાનજી દાદાની અસીમ કૃપા અને પ્રેરણાથી નવનિર્માણ પામેલા મંદિરના શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ત્રિ-દિવસીય હોમાત્મક મહારૂદ્રયજ્ઞ યોજાશે.
 
ધ્રોલ તાલુકાના હરિપરમાં શ્રી ગોરડીયા હનુમાનજી મંદિરનો નવનિર્માણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને હોમાત્મક મહારુદ્રયજ્ઞ યોજાશે.

​મહોત્સવની વિગતો:
​કાર્યક્રમ: નવનિર્માણ મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને હોમાત્મક મહારૂદ્રયજ્ઞ.
​તારીખ: ૦૧-૦૧-૨૦૨૬ થી ૦૩-૦૧-૨૦૨૬ સુધી (ગુરુવાર, શુક્રવાર અને શનિવાર).
​તિથિ: સંવત ૨૦૮૨ ના પોષ સુદ-૧૩, ૧૪ અને ૧૫.

​સ્થળ: શ્રી ગોરડીયા હનુમાનજી મંદિર – હરિપર, તા. ધ્રોલ, જી. જામનગર.

​આ પાવન પ્રસંગે યજ્ઞ નારાયણના દર્શન, હનુમાનજી દાદાના દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લેવા માટે તમામ ભાવિક ભક્તોને સહપરિવાર પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. શ્રી રામચંદ્ર ભગવાન, દ્વારકાધીશ ભગવાન અને શ્રી ગોરડીયા હનુમાનજી દાદાની કૃપાથી આ ત્રિ-દિવસીય મહોત્સવ હરિપર મુકામે ધામધૂમથી ઉજવાશે.