Thursday - Feb 12, 2026

ટંકારામાં કાલથી બે દિવસીય આર્ય સમાજના ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવણી

ટંકારામાં કાલથી બે દિવસીય આર્ય સમાજના ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવણી

જ્ઞાન અને ભક્તિના અનોખા સમન્વય સમાન શતાબ્દી મહોત્સવની તૈયારીને આખરી ઓપ અપાયો

ટંકારા : વિશ્વ વિભૂતિ મહર્ષિ દયાનંદ સરસ્વતીની પવિત્ર જન્મભૂમિ ટંકારા સ્થિત અને સેવાના પર્યાય સમાન આર્ય સમાજ ટંકારા ત્રણ હાટડી શેરી આવતીકાલે 12 ફેબ્રુઆરીએ પોતાના ગૌરવવંતા 100 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ ઐતિહાસિક અવસર નિમિત્તે બે દિવસય ભવ્ય શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે આવતીકાલથી શરૂ થશે.

આર્યસમાજ ટંકારા શતાબ્દી મહોત્સવની બે દિવસની ટૂંકી કાર્યક્રમ સૂચિ

દિવસ ૧: ૧૨-૦૨-૨૦૨૬ (ગુરુવાર)
સવારે ૦૬:૪૫ – ૦૮:૦૦: આગમન યજ્ઞ અને દૈનિક યજ્ઞ
સવારે ૦૮:૩૦: ધ્વજારોહણ (સ્વામી દેવવ્રતજી દ્વારા) અને આશીર્વાદ
સવારે ૦૮:૪૫ – ૧૦:૩૦: ભવ્ય શોભાયાત્રા અને આર્યગ્રામમાં આગમન
સવારે ૧૦:૪૫ – ૧૨:૩૦: ઉદ્ઘાટન સત્ર, મહાનુભાવોનું સ્વાગત અને ઉદબોધન
બપોરે ૧૨:૩૦ – ૦૨:૩૦: ભોજન વિરામ અને આત્મ નિરીક્ષણ કસોટી
બપોરે ૦૨:૩૦ – ૦૬:૦૦: ભજન, સાંસ્કૃતિક કાર્યક્રમો, વ્યાખ્યાન અને પૂર્વ સભાસદ સન્માન
સાંજે ૦૬:૦૦: સંધ્યા યજ્ઞ અને રાત્રિ ભોજન
રાત્રે ૦૮:૦૦ – ૧૦:૧૫: ભજન (કંચનકુમારજી), નાટિકા અને મુનિ સત્યજીતજીનું વ્યાખ્યાન

દિવસ ૨: ૧૩-૦૨-૨૦૨૬ (શુક્રવાર)
સવારે ૦૭:૪૫ – ૦૮:૪૫: આગમન યજ્ઞ, દૈનિક યજ્ઞ અને અલ્પાહાર
સવારે ૦૯:૩૦ – ૧૨:૪૦: મહાનુભાવોનું સ્વાગત, મંત્રપાઠ અને વિદ્વાનોના ઉદબોધન (યુવા શક્તિ નિર્માણ અને આર્યસમાજની પ્રાસંગિકતા પર)
બપોરે ૧૨:૪૦ – ૦૨:૦૦: બપોરનું ભોજન
બપોરે ૦૨:૦૦ – ૦૫:૦૦: ભજન, મહિલા સંમેલન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સન્માન વિધિ
સાંજે ૦૫:૦૦ – ૦૬:૧૦: મહાનુભાવોના વિચાર, પ્રતિક સન્માન અને સંધ્યા યજ્ઞ
રાત્રે ૦૮:૦૦ – ૧૦:૩૦: ભજન, કાર્યકર્તા સન્માન, મુનિશ્રીના આશીર્વાદ અને આભાર દર્શન
શાંતિપાઠ અને સમાપન

ટંકારામાં કાલથી બે દિવસીય આર્ય સમાજના ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવણી