Thursday - Jun 11, 2026

ટંકારાના મેઘપર ઝાલા ગામેં કાકા ભત્રીજાની હત્યા કરનાર બે સગા ભાઈઓની ધરપકડ

ટંકારાના મેઘપર ઝાલા ગામેં કાકા ભત્રીજાની હત્યા કરનાર બે સગા ભાઈઓની ધરપકડ

જમીન માપણી અને શેઢાના વિવાદનો લોહોયાળ અંજામ આવ્યો, ગુનામાં વપરાયેલ બાઈક અને હથિયાર કબજે કરવા તજવીજ

મોરબી : ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારના મેઘપર ઝાલા ગામે જમીન માપણી અને શેઢાના વિવાદમાં કાકા-ભત્રીજાની છરીના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરવાનો બનાવ સામે આવ્યો હતો. આ મામલે ફરિયાદી દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલાની ફરિયાદના આધારે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.

હત્યાના ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ દિલુભા ઝાલા તથા સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસ ટીમો દ્વારા ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સચોટ ઉપયોગથી, ઘટના બાદ મોટરસાઇકલ પર ફરાર થઈ ગયેલા બંને સગા ભાઈઓ અને મુખ્ય આરોપીઓ મહાવિરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (રહે. મેઘપર ઝાલા, તા. ટંકારા) અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (રહે. મેઘપર ઝાલા, તા. ટંકારા)ને રાઉન્ડ-અપ કરી કાયદાના સકંજામાં લઈ લેવામાં આવ્યા છે. આ ધરપકડ કરાયેલા બંને આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ અને તીક્ષ્ણ હથિયાર કબજે કરવાની તેમજ નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે.