હળવદ : હળવદ નગર પાલિકાના સેનિટેશન સમિતિના ચેરમેને પોતાના વિસ્તારમાં પાણી પહોંચાડવા મુદ્દે નગરપાલિકાના ક્લાર્કને ફોનમાં ગાળો આપ્યા બાદ કચેરીએ આવી સ્ટીલની લાકડી વડે માર મારવાની સાથે ગળા પાસે નખોરીયા ભરી લેતા બનાવ મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
હળવદ નગરપાલિકામાં પાણી પુરવઠા વિભાગમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા મૂળ કડીયાણા ગામના વતની અને હાલમાં રુદ્ર ટાઉનશીપમાં રહેતા તુષારદાન મનહરદાન ગઢવી ઉ.વ.33 નામના યુવકે આરોપી એવા હળવદ નગરપાલિકાના સેનિટેશન સમિતિના ચેરમેન ભરતભાઇ નાનુભાઈ રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે સવારે તેઓ કચેરીએ ફરજ પર હાજર હતા ત્યારે આરોપી ભરતભાઈએ ફોન કરી પાણી પહોંચાડવા મુદ્દે ગાળાગાળી કરી હતી અને બાદમાં કચેરીએ આપી સ્ટીલની લાકડી વડે બેફામ માર મારતા બન્ને હાથના કાંડામાં ઇજાઓ થઈ હતી.બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.