Saturday - Apr 25, 2026

મોરબી જિલ્લામાંથી ફરી એકવાર એમડી ડ્રગ્સ સાથે બે સીરામીક વેપારી ઝડપાયા

મોરબી જિલ્લામાંથી ફરી એકવાર એમડી ડ્રગ્સ સાથે બે સીરામીક વેપારી ઝડપાયા

મોરબી એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાંકાનેર તાલુકાના મેસરિયા ગામ પાસે વાહન ચેકિંગ કરતા હતા તે દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી તરફથી આવતી જીજે 3 NB 4708 નંબરની ઈનોવાકાર ને અટકાવી હતી. અને તેની તલાસી લેતા તેમાંથી રૂ 1,07,600 ની કીમતનો 10.76 ગ્રામ એમ ડી ડ્રગ્સ મળી આવ્યું હતું.

જે બાદ પોલીસે કારમાં સવારે બન્ને યુવકની અટકાયત કરી પૂછપરછ કરતા તેઓ મોરબીના વિપુલ ધનજી ફૂલતરીયા તેમજ તરુણ ધનજી ફૂલતરિયા હોવાની ઓળખ આપી હતી. પોલીસની પૂછ પરછમાં બન્ને ભાઈઓ મોરબી ના ચિત્રકૂટ સોસાયટી માં રહેતા હોય અને ટાઈલ્સ ટ્રેડીંગના વ્યવસાય સાથે જોડાયેલ હોવાનું સામે આવ્યું હતું પોલીસે બંન્ને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં એન ડી પીએસ એકટ હેઠળ ગુન્હો નોધી તેમની પાસે રહેલ ઈનોવા કાર 5 મોબાઈલ અને રોકડ સહીત રૂ 12,57,600 નો મુદામાલ જપ્ત કર્યો હતો અને આ ડ્રગ્સ કોની પાસેથી મેળવ્યો અગાઉ કેટલી વાર ડ્રગ્સ મગાવ્યું હતું આ ડ્રગ્સ પોતે લેતા  હતા કે તેની હેરાફેરી કરી રહ્યા હતા વગેરે બાબતે પૂછ પરછ હાથ ધરી છે