Saturday - Apr 25, 2026

મોરબી નજીક પેપર મિલમાં લાગેલી ભીષણ આગ 18 કલાકે કાબુમાં આવી

મોરબી નજીક પેપર મિલમાં લાગેલી ભીષણ આગ 18 કલાકે કાબુમાં આવી

મોરબીના બેલા નજીક ખોખરા હનુમાનજી રોડથી આગળ આવેલા એલિકસ પેપર મિલમાં ગઈકાલે બપોરે ત્રણ વાગ્યે ભીષણ આગ લાગી હતી. જેમાં આ પેપર મિલની બહાર પડેલા કાગળના રો મટીરીયલના જથ્થામાં કોઈ કારણોસર આગ ભડકી ઉઠતાની સાથે મેદાનમાં પડેલો પેપર વેસ્ટનો મોટી જથ્થો આગની લપેટમાં આવી જતા આગએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે, આ ઘટના દરમિયાન શ્રમિકો ફેકટરીની બહાર સમયસર નીકળી જતા તેમનો બચાવ થયો હતો.

મોરબી ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, એલિકસ પેપર મિલમાં આગ લાગ્યાની જાણ થતાં તુરત જ ત્યાં પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે. પણ આ પેપર મિલમાં કાગળના જથ્થામાં લાગેલી આગ વધુ ફેલાય જતા આગના સામા લબકારા અને ધુમાડા હોવાથી આગ બુઝાવવામાં મુશ્કેલી પડી હતી. આથી આ આગને કાબુમાં લેવા માટે મોરબી ફાયર બ્રિગ્રેડની સાથે રાજકોટ, હળવદ, ધ્રાગધ્રાના ફાયર  ફાયર ફાઈટરની મદદ લેવાય હતી. જો કે આ ફેકટરીના મેદાનમાં પડેલો કાગળનો જથ્થામાં આગ લાગતા પવનને કારણે આગ વધતા અને ઉપર આગ બુઝાય હપય પણ નીચે સળગતું હોય એટલે એક એક ગાંસડી અલગ કરીને આગ બુઝાવતા 18 કલાકના અંતે આગ કાબુમાં આવી હતી. પણ આગનું સચોટ  કારણ બહાર આવ્યું નથી.