Thursday - Feb 12, 2026

કોંગ્રેસની નિષ્ક્રિયતાના કારણે યુવા મતદારોનો ભાજપ પ્રત્યે ઝોક વધ્યો

કોંગ્રેસની નિષ્ક્રિયતાના કારણે યુવા મતદારોનો ભાજપ પ્રત્યે ઝોક વધ્યો

મોરબી : મોરબી જિલ્લામાં સીધી જ સાંસદની સીટ ન હોય આ જિલ્લાને લાગુ પડતી મુખ્યત્વે ત્રણ બેઠકમાં કચ્છ-મોરબી અને રાજકોટ, વાંકાનેર અને હળવદ માટે સુરેન્દ્રનગર તેમજ જામનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારોએ ભવ્ય જીત મેળવી છે. જો કે અત્રે નોધનિય છે કે ગત વિધાનસભા એટલે 2022ની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા 60 હજારથી વધુ લીડ. અને ભાજપના ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરીયા અને વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી પણ ખાસ્સી એવી લીડ મળી હતી. પણ આ લોકસભાની ચૂંટણીમાં મોરબી જિલ્લામાંથી ભાજપને એનાથી અનેકગણી વધુ એટલે રેકોર્ડ બ્રેક લીડ મળી છે.

લોકસભા ચૂંટણીમાં મોરબી જિલ્લામાં ભાજપે ભવ્ય જીત મેળવી એની પાછળ કોંગ્રેસની મોટા મોટી ખામી એવી નિષ્ક્રિયતા જવાબદાર છે. કારણ કે,  મોરબીને લાગુ પડતી કચ્છ બેઠકમાં છેલ્લે સુધી કોંગ્રેસનો કોણ ઉમેદવાર છે એનું નામ સુધા લોકોના હૈયામાં કે મોઢે ન હતું. એના બદલે કચ્છ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા તેમજ રાજકોટ બેઠકના પુરુષોત્તમ રૂપાલા લોકોના હૈયે અને હોઠે હોય એમ આ બન્ને મહારથીઓ મોરબી જિલ્લામાં હોટ ફેવરિટ રહ્યા હતા અને યુવા મતદારોનો ઝોક ભાજપ પ્રત્યે વધ્યો હતો. મોરબી જિલ્લામાં કોંગ્રેસના પ્રચાર, પ્રભાવમાં કોઈ જ દમ ન હોવાથી ભાજપે આસાની 2022ની સરખામણીમાં 2024ની લોકસભાની ચૂંટણીમાં જંગી લીડ મેળવી છે.

વર્ષ 2022 વિધાનસભા ચૂંટણી પContentરિણામમાં મોરબીની બેઠક પર કાન્તિભાઇ અમૃતિયાએ લીડ 62079, ટંકારા બેઠક પર દુર્લભજી દેથરિયાએ 10,256 લીડ, વાંકાનેર
જીતુભાઈ સોમાણીએ 19,956ની લીડ મેળવી હોય તેની સરખામણીમાં, લોકસભા ચૂટણી 2024 મોરબી માળિયામાંથી વિનોદ ચાવડાએ 66777 લીડ , ટંકારા પડધરીમાંથી પરસોતમ રૂપાલાને 62,004 લીડ અને વાંકાનેરમાંથી 27,123 લીડ
લીડ અને 2024માં 2022 કરતા મોરબી માળિયા માં ભાજપને 4698 વધુ મતની લીડ મળી અને ટંકારા પડધરીમાં 2024માં 2022 કરતાં  ભાજપને
57148 મતની લીડ વધુ મળી, વાંકાનેર બેઠક પર 2024લોક સભા માં 2022 કરતા 7168 મતની વધુ લીડ મળી છે.

ક્ષત્રિય આંદોલનની અસર જ ન થઈ

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ રાજપૂત સમાજ પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીથી આખો રાજપૂત સમાજ ભડકી ઉઠ્યો હતો અને આ ભાજપના ઉમેદવારને બદલવાની માંગ સાથે મોરબી સહિત ગુજરાતભરમાં  જબરજસ્ત ક્ષત્રિય આંદોલન થયું હતું. પણ ભાજપે મોટો દાવ ખેલ્યો અને નમતું જોખ્યું જ ન હતું. ભાજપની રણનીતિને કારણે આ આંદોલનની કોઈ અસર થઈ ન હતી. એના બદલે ભાજપને વધુ લીડ મળી હતી. તેમજ કોંગ્રેસ આ આંદોલનથી પોતાના હાથ દૂર રાખ્યા હતા. આથી કોંગ્રેસ આ આંદોલનનો લાભ પણ મેળવી શક્યું ન હતું.