Thursday - Feb 12, 2026

35 વર્ષથી સંયુક્ત રીતે ચાલતી ખીજડિયા અને પીપરડીની પાંચ હજારની વસ્તીનું આરોગ્ય રામભરોસે

35 વર્ષથી સંયુક્ત રીતે ચાલતી ખીજડિયા અને પીપરડીની પાંચ હજારની વસ્તીનું આરોગ્ય રામભરોસે

 વાંકાનેર તાલુકાના બે બાજુ બાજુમાં એકદમ અડીને આવેલા ખીજડિયા અને પીપરડી ગામની 35 વર્ષથી સાયુક્ત ગ્રામ પંચાયત હોય બંને ગામનો એક જ સરપંચ વહીવટ ચલાવતા હોવાની વચ્ચે મુખ્ય સુવિધાઓથી બન્ને ગામો વંચિત હોવાથી ગામલોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ખાસ કરીને પીપરડી ગામને નર્મદામાંથી પાણી આપવામાં આવતું હોય પણ પાણી અપૂરતું હોવાથી કુવાનો સહારો લેવો પડે છે અને નર્મદા-કુવાનું પાણી મિક્સ કરીને અપાય છે.

વાંકાનેર તાલુકામાં એક તાલુકા પંચાયત ધરાવતા ખીજડિયા અને પીપરડી ગામના સરપંચ આફતાબભાઈ આલમભાઈ મજબુર રહેમાન અન્સારીએ જણાવ્યું હતું કે, આ બન્ને ગામની કુલ વસ્તી 5 હજારની હોય આ વસ્તી ખેતી ઉપર નભતી હોય પણ સિંચાઇના નામે મીંડું હોય વરસાદ આધારિત ખેતી હોય જ્યારે ખેતીને અનુકૂળ વરસાદ પડે ત્યારે ખેડૂતો લાપસીના આંધણ મૂકે અને વરસાદ અપૂરતો થાય તો નિરાશ ચહેરે આભ ભણી મીટ માંડીને બેસવું પડે છે કે વહાલો મારો ક્યારે વરસે ? ખીજડિયા ગામે પીવાના પાણીની સુવિધા છે. એટલે આ ગામના લોકોનો પાણી પ્રશ્ને કોઈ વાંધો નથી. આ ગામમાં 1થી 8 અને પીપરડીમાં 7 સુધીની સ્કૂલ છે.આ  બેમાંથી એકેય ગામમાં આરોગ્ય કેન્દ્ર ન હોવાથી ગામલોકોને ભારે હેરાન થવું પડે છે. આ પીપરડી ગામના અંદરના અને બહારના અન્ય ગામોને જોડતા તમામ માર્ગો એકદમ કાચા હોવાથી ચોમાસામાં ભારે મુશ્કેલી થાય છે. ખીજડિયા ગામે સારા રસ્તા અને ગટરની પુરી સુવિધાઓ છે.