Thursday - Jul 02, 2026

મોરબી અને ટંકારામાં વિદેશી દારૂની 337 બોટલ સાથે બે ઝડપાયા, અન્ય બે ફરાર

મોરબી અને ટંકારામાં વિદેશી દારૂની 337 બોટલ સાથે બે ઝડપાયા, અન્ય બે ફરાર

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મોરબી કચ્છ હાઇવે અને શોભેશ્વર રોડ પર બે અલગ અલગ દરોડામાં નાની મોટી 313 બોટલ તેમજ ટંકારા પોલીસે ખાખરા ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની 12 બોટલ ઝડપી લીધી હતી.ત્રણ દરોડામાં બે આરોપી ઝડપાઈ ગયા હતા જ્યારે બે આરોપી ફરાર જાહેર કરવામાં આવ્યા હતા.

પ્રથમ દરોડામાં બી ડિવિઝન પોલીસે શોભેશ્વર રોડ મફતિયાપરા વિસ્તારમાં દરોડો પાડી આરોપી મૂળ ઉત્તરપ્રદેશના વતની જિતેન્દ્ર ઉર્ફે જીતુ વાસુદેવભાઈ નિશાદના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની નાની મોટી અલગ અલગ બ્રાન્ડની 312 બોટલ કિંમત રૂ.37,920 કબજે કરી હતી.દરોડા દરમિયાન આરોપી આબીદ હસનભાઈ ભટ્ટી રહે.મોરબી વાળાએ દારૂનો જથ્થો આપ્યો હોવાનું ખુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

જ્યારે બીજા દરોડામાં બી ડિવિઝન પોલીસે મોરબી - કચ્છ હાઇવે પર રોયલ સ્કાય હોટલ પાસેથી આરોપી અજિત નાગજીભાઈ માલકીયા રહે.સાયન્સ કોલેજ પાસે, ભડિયાદ રોડ, મોરબી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂ.1100 સાથે ઝડપી લીધો હતો. જ્યારે ટંકારા પોલીસે ખાખરા ગામે દેવીપૂજક વાસમાં દરોડો પાડી આરોપી પ્રફુલ ચનાભાઈ અઘારિયાના મકાન પાછળથી વિદેશી દારૂની 24 બોટલ કિંમત રૂપિયા 7200 કબ્જે કરી હતી. જો કે, આરોપી હાજર નહિ મળી આવતા પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.