હળવદ : હળવદ પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી હળવદ - ટીકર રોડ ઉપર વિચારી તળાવ પાસેથી પસાર થતી જીજે - 13 - એએચ - 9896 નંબરની અલ્ટો કાર અટકાવી તલાશી લેતા આરોપી રાજુ ઉર્ફે લંગડો નાગરભાઈ સુરાણી અને આરોપી અરવિંદ ચંદુભાઈ મકવાણા રહે.બન્ને ટિકરવાળાના કબ્જામાંથી બિયરના 119 ટીન કિંમત રૂપિયા 14,875 મળી આવતા દોઢ લાખની કાર સહિત 1,64,875નો મુદામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.