Sunday - May 10, 2026

મોરબીનો છેવાડાનો વિસ્તાર વર્ષોથી પ્રાથમિક સુવિધાથી વંચિત લાયન્સનગરમાં પ્રાથમિક સુવિધા આપવા મહાનગરપાલિકાને રજૂઆત

મોરબીનો છેવાડાનો વિસ્તાર વર્ષોથી પ્રાથમિક સુવિધાથી વંચિત


લાયન્સનગરમાં પ્રાથમિક સુવિધા આપવા મહાનગરપાલિકાને રજૂઆત

મોરબી : મોરબીના લાયન્સનગર વિસ્તારમાં લોકોને પાયાની સુવિધા જેવી કે રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, શુદ્ધ પીવાનું પાણી અને સફાઈ સહિતની સુવિધા પૂરી પાડવા રહીશોએ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી છે.

રહીશોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, લાયન્સનગર વિસ્તારમાં આજ દિન સુધી કોઈ ભૌતિક સુવિધા આપવામાં આવી નથી. આ વિસ્તારના લોકો સાથે હંમેશા ઓરમાયું વર્તન કરવામાં આવ્યું છે. લાયન્સ સ્કૂલ થી સતનામ એપાર્ટમેન્ટ સુધીના રોડ ઉપર મોટા પ્રમાણમાં ખાડા પડી ગયા છે ત્યારે આ રોડ યોગ્ય રીતે બનાવવામાં આવે, મુખ્ય રોડને સીસી રોડ તાત્કાલિક બનાવવામાં આવે, ભૂગર્ભ ગટર વ્યવસ્થિત કરવામાં આવે, નિયમિત શુદ્ધ પીવાનું પાણી આપવામાં આવે, પુરતા પ્રમાણમાં સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવે અને નિયમિત રોડ રસ્તાની સફાઈ કરવામાં આવે તેવી કમિશનરને લેખિત રજૂઆત કરાય છે.