મોરબી : વર્ષ 2017થી પોતાની આગવી સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ મહિલાઓના ડેવલપમેન્ટના કાર્યક્રમ દ્વારા મોરબીમાં જાણીતી બનેલી મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મોરબી શહેરમાં પોતાની આગવી પ્રવૃત્તિઓથી જાણીતી બનેલ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આઈ.એમ.એ. પ્રેસિડેન્ટ ડોક્ટર અંજનાબેન ગઢીયા, હિરલબેન વ્યાસ (જિલ્લા યુવા વિકાસ અધિકારી), અખિલ ગુજરાત મોરબી ડિસ્ટ્રીક રાજપૂત સમાજ મહિલા વિંગના પ્રમુખ જયશ્રીબા ઝાલા, ટંકારામાં પોતાની આગવી પ્રવૃત્તિઓથી જાણીતા બનેલ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષિકા ગીતાબેન સાંચલા, પી.જી.પટેલ કોલેજના સિનિયર ટીચર જસ્મીનબેન અદનાની, મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વિકાસ માટે સતત કાર્યકર્તા ઇન્ડિયન લાયોનેસ ક્લબના ફાઉન્ડર પ્રેસિડેન્ટ એવા શોભનાબા ઝાલા, મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબને બે વર્ષથી આગવી સૂઝબૂજથી નેતૃત્વ પૂરું પાડતા હાલના પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા એમ કુલ 7 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પી.જી.પટેલની વિદ્યાર્થીનીઓને સેલ્ફ ગ્રૂમિંગ દ્વારા આત્મવિશ્વાસમાં વધારો કરવા ઉમાશ બ્યુટી પાર્લરના બ્યુટીસીયન ઉમાબેન સોમૈયા દ્વારા ઇન્સ્ટન્ટ સેલ્ફ મેકઅપ શીખવાડવામાં આવ્યો હતો. મહિલાઓને રોજગારીની તક પૂરું પાડતો હાલમાં જે ખૂબ જ ટ્રેન્ડમાં છે તેવી ટાયડાઈ પદ્ધતિ દ્વારા રોજગારી કઈ રીતે મેળવી શકાય તે માટે નો સેમીનાર નિરાલી ક્રીએશન ના ઓનર નિરાલીબેન ખન્ના દ્વારા સમજાવવામાં આવ્યું હતું.