વાંકાનેર : વાંકાનેરના લાલપર ગામની સીમમાં આવેલી મીના રિફેક્ટરીઝમાં બોલેરો ગાડી પાછળ ટેન્ક ફિટ કરી, કોઈપણ જાતના ફાયર સેફ્ટીના સાધનો વગર ગેરકાયદેસર રીતે ડીઝલનું વેચાણ કરતા બે શખ્સોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડ્યા છે.
આ શખ્સો માનવ જિંદગી જોખમાય તે રીતે જોખમી હાલતમાં છૂટક ડીઝલ વેચતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે બાતમીના આધારે પોલીસે ભીમસિંહ કુપસિંહ રાજપુત (રાજસ્થાન) અને ભાઇખાન ઇબ્રાહીમખા સિંધી (રાજસ્થાન)ને ઝડપી પાડી 2700 લીટર ડીઝલ, બોલેરો (GJ-03-BW-3078), મશીન ફ્યુલીંગ ડિસ્પેન્સર, પ્લાસ્ટિકની ટાંકીઓ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹ 9,72,400નો મુદ્દામાલ જપ્ત કરી આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ-3, 7, 11 તથા BNS ની કલમ-287, 54, 125 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.