Saturday - May 16, 2026

ટંકારાના સરાયા ગામે ખેડૂતને તળાવમાંથી મોટર, પાઇપલાઇન અને વાયર કાઢી લેવાનું કહી ધમકી આપી

ટંકારાના સરાયા ગામે ખેડૂતને તળાવમાંથી મોટર, પાઇપલાઇન અને વાયર કાઢી લેવાનું કહી ધમકી આપી

ટંકારા : ટંકારા તાલુકાના સરાયા ગામે તળાવના ઉપલા કાંઠે વાડી ધરાવતા ફરિયાદી પ્રવીણભાઈ નારણભાઇ ઢેઢી ઉ.વ.52 નામના ખેડૂત પોતાના ખેતરમાં પાણી પીવડાવવા માટે તળાવમાં મોટર મૂકી હોય આરોપી કાનભાઇ લાખાભાઈ ગમારા, વિપુલ મોતીભાઈ ગમારા અને આરોપી છગન લીંબાભાઈ ગમારાએ પ્રવીણભાઈની વાડીએ જઈ તળાવમાંથી મોટર, પાઇપલાઇન અને વાયર કાઢી લેવાનું કહી ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આથી આ બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.