મોરબી : મોરબી તાલુકાના લાલપર તેમજ વાંકાનેર શહેરમાં પોલીસે અલગ અલગ બે દરોડા પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા બે આરોપીઓને રોકડ રકમ તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે લાલપર ગામના બસસ્ટેન્ડ પાસેથી આરોપી લાલજીભાઈ જીવણભાઈ સાંઘલાણી રહે.લાલપર વાળાને રોકડા રૂપિયા 380 સાથે તેમજ વાંકાનેર શહેરના ધરમચોકમાંથી આરોપી જુનેદ યાકુબભાઈ ભટ્ટી રહે.નવાપરા વાંકાનેર વાળાને રોકડા રૂપિયા 2110 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ પોલીસે જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.