Friday - Aug 14, 2026

વાંકાનેરના રાજાવડલામાં મકાનના રસ્તા પ્રશ્ને બે સગાભાઈ -ભાભીઓનો અન્ય ભાઈ પર હુમલો

વાંકાનેરના રાજાવડલામાં મકાનના રસ્તા પ્રશ્ને બે સગાભાઈ -ભાભીઓનો અન્ય ભાઈ પર હુમલો

મોરબી : વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે રહેતા યુવક પર તેના જ સગા બે ભાઈ અને ભાભીઓએ મકાનના રસ્તા બાબતે બોલાચાલી ઝઘડો કર્યા બાદ લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પારિવારિક ઝઘડા અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે રહેતા અને ડ્રાઈવિંગ કરી જીવન નિર્વાહ કરતા ફરિયાદી અફસાદભાઈ ઈસ્માઈલભાઈ વડાવીયા ઉ.વ.32 નામના યુવકે પોતાના સગાભાઇ એવા આરોપી અનવરભાઇ ઇસ્માઇલભાઇ વડાવીયા, અસરફભાઇ ઇસ્માઇલભાઇ વડાવીયા, ભાભી ફેમીદાબેન અનવરભાઇ વડાવીયા અને રૂબીયાબેન અસરફભાઇ વડાવીયા રહે.ચારેય રાજાવડલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓએ ગત તા.21 જુલાઈના રોજ તેમના ઘેર આવી ગાળો આપી મકાનના રસ્તા પ્રશ્ને ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.