મોરબી : મોરબી તાલુકાના ગાળા - સાપર રોડ પર સપર ગામની સીમમાં આવેલ સોલોરેક્ષ સિરામીક ફેકટરીમાં રહેતા અને અહીં જ કામ કરતા અર્જુનભાઇ બગુનભાઇ બીરુવા ઉ.વ.22 નામના યુવકને ફેકટરીમાં કામ કરતી વેળાએ અચાનક વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.