મોરબી : મોરબીમાં વાહનચોરી કરતા તસ્કરો હાહાકાર મચાવી રહ્યા છે, એકાતરા બે દિવસે થતી વાહન ચોરીના બનાવોમાં ત્રણ દિવસ પૂર્વે મોરબી શહેરના ગાંધીચોકમાં સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી અને નીચી માંડલ નજીક એક ફેકટરી પાસે પાર્ક કરેલા બે મોટર સાયકલ અજાણ્યા તસ્કર ઉઠાવી જતા બન્ને કિસ્સામાં અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પ્રથમ બનાવમાં મોરબી શહેરના ગાંધીચોકમાં આવેલ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી અજાણ્યા તસ્કર હિમતભાઈ કુરજીભાઈ વણોદિયા રહે.સામાકાંઠા વિસ્તાર, કુળદેવી પાન પાછળ મોરબી વાળાનું રૂ.40 હજારની કિંમતનું જીજે 09 ડીએચ 2527 નંબરનું બાઈક ચોરી કરી જતા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જ્યારે બીજા બનાવમાં મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં નેક્ષીયન સરફેશ ફેક્ટરીની બહારથી ફરિયાદી અજિતભાઈ હરિભાઈ સોલંકીની માલિકીનું રૂ.60 હજારની કિંમતનું જીજે 36 બીડી 3988 નંબરનું બાઈક ચોરી કરી લઈ જતા બાઈક ચોરી મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.