મોરબીના ઘૂંટુ અને ટીંબડી પાટિયા પાસેથી બે બાઈક બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેર અને જિલ્લામાં બાઈક ચોરીના બનાવો વધ્યા છે ત્યારે મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં સોના સિરામિક નજીકથી તેમજ ટીંબડી ગામના પાટિયા પાસેથી મોરબી તાલુકા પોલીસે બિનવારસુ હાલતમાં રૂપિયા 19 હજારની કિંમતના બે બાઈક કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.