Sunday - May 03, 2026

મોરબીના સિરામિક કારખાનામાં વીજ કરંટ લાગતા શ્રમિકનું મોત

મોરબીના સિરામિક કારખાનામાં વીજ કરંટ લાગતા શ્રમિકનું મોત

મોરબીના સિરામિક કારખાનામાં વીજ કરંટ લાગતા શ્રમિકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ એપ્રિકોટ સિરામિક કારખાનામાંમાં કામ કરતા બાલગજન અસ્તી ઉ.વ.33 નામના યુવાનને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ વહે. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.