મોરબી : મોરબી જિલ્લામાં સુવિધાની દ્રષ્ટિએ સૌથી વધુ પછાત ગણાતા માળિયા (મિયાણા) તાલુકામાં ખાસ આગ લાગે ત્યારે કૂવો ન ખોદવો ન પડે તે સ્થિતિનું આટલા બધા વર્ષે સરકારને ભાન થતા સરકાર દ્વારા માળીયા નગરપાલિકાને ફાયર પ્રિવેન્શન વ્હીલર ફાળવવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં આવેલી ચારેય નગરપાલિકા પૈકી મોરબી વાંકાનેર ઔદ્યોગિક વિસ્તાર હોય જેથી યાંત્રિક ખામી કે અન્ય કોઈ કારણોસર વારંવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. તેમજ માળિિયા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ આગની ઘટના બનતી હોય છે. ત્યારે મોરબીથી ફાયર ફાઇટર મગાવવું પડે છે. જેના કારણે સમય અને શક્તિનો વેડફાટ થાય છે. ત્યારે હવે આ મીની ફાયર ટેન્ડરની મદદથી કોઈ દુર્ઘટના ઘટે તો નુકસાન થતું અટકાવી શકાશે.