Sunday - May 03, 2026

મોરબી નજીક બોલેરોમાંથી દારૂનો મોટો જથ્થો પકડાયો

મોરબી નજીક બોલેરોમાંથી દારૂનો મોટો જથ્થો પકડાયો

મોરબી તાલુકા પોલીસે ગત રાત્રીના નાઈટ પેટ્રોલિંગ દરમિયાન રાત્રીના બે વાગ્યે વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર લાલપર ગામ નજીક ડિવાઈડર ઉપર ચડી ગયેલ અકસ્માતગ્રસ્ત જીજે-13-એએક્સ – 2974 નંબરની બોલેરો ચેક કરતા બોલેરોમાંથી 1000 લીટર દારૂનો જથ્થો મળી આવતા આરોપી અનિલ કડવાભાઇ ચૌહાણ અને કાળું મગનભાઈ સરવૈયા રહે. ચીરોડા, તા.ચોટીલા વાળાને અટકાયતમાં લઈ પૂછતાછ કરતા દેશી દારૂનો આ જથ્થો આરોપી અનિલની કૌટુંબિક કાકી ફરીદા જ્યંતિભાઈ ચૌહાણ રહ.ચીરોડા વાળીએ ભરી આપી મોરબીના શાહરુખ પઠાણ, મનસુખ ઉર્ફે મચો અને અનવર ઉર્ફે દડીને આપવાનો હોવાની કબૂલાત આપતા 4 લાખની બોલેરો, 20 હજારનો દેશી દારૂ અને 4000 રૂપિયાના બે મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા.