રાજ્ય સરકાર દ્વારા ટંકારાને નગરપાલિકા આપવાની સતાવાર જાહેરાત કરીને નગરપાલિકા બનાવવા માટેની કવાયત શરુ કરવામાં આવી છે. તેથી ટંકારા ગ્રામ્ય હોય શહેર બનવાથી વિકાસ થશે અને ટંકારામાં નગરપાલિકા બનવાથી આરોગ્ય, પ્રાથમિક સુવિધાઓ સહિતની તાલુકા કક્ષાની સુવિધાઓ મળશે તેવો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ ટંકારામાં કેટલાક લોકો નગરપાલિકા બનાવવા સામે વિરોધ કરી રહી છે અને આજે મામલતદારને આવેદન આપી ટંકારાને ગ્રામ્ય વિસ્તાર જ રાખવાની માંગ કરી છે.