Saturday - Jul 04, 2026

મોરબીમાં દારૂ - બિયર સાથે બે ઝડપાયા

મોરબીમાં દારૂ - બિયર સાથે બે ઝડપાયા

મોરબી : મોરબી શહેરમાં માળીયા ફાટક નજીક ફ્લેટમાં તેમજ પંચાસર ચોકડી નજીક દરોડો પાડી સીટી એ અને બી ડિવિઝન પોલીસે બે અલગ અલગ દરોડાની કાર્યવાહીમાં વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે માળીયા ફાટક નજીક આવેલ સુંદરમ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે આરોપી સુનિલ હેમરાજભાઈ મહેતાના ફ્લેટમાં દરોડો પાડી વિદેશી દારૂની 8 બોટલ તેમજ બિયરના 24 ટીન કિંમત રૂપિયા 20,120નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે બીજા દરોડામાં પંચાસર ચોકડી નજીક સીટી એ ડિવિઝન પોલીસે જીજે -36 - ઇ - 6490 નંબરના મોટર સાયકલમાં નીકળેલા આરોપી રાહુલ રમેશભાઇ પરેશા રહે.માધાપર મોરબી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂ.300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.