Saturday - Jul 04, 2026

હળવદના રણછોડગઢ ગામ પાસે દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી

હળવદના રણછોડગઢ ગામ પાસે દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી

હળવદ : હળવદ પોલીસે રણછોડગઢ ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડી રૂ.1 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી લઈ બે શખ્સો સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસે બાતમીના આધારે રણછોડગઢ ગામની સીમમાં રેડ કરી દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી પકડી દેશી દારૂ લીટર ૨૧૫ તેમજ દેશી દારૂ બનાવવાની આથો લીટર- ૨૬૦૦ મળી કુલ કિ.રૂ ૧,૦૮,૦૦૦/- નો મુદામાલ પકડયો છે. આ મામલે સહદેવભાઇ કનુભાઈ સુરેલા રહે. ગામ રણછોડગઢ અને ઇલેશ શંભુભાઇ ડાભી રહે.ગામ સુંદરગઢવાળા સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.