Saturday - May 16, 2026

મોરબીમાં વિદેશી દારૂ સાથે બેની ધરપકડના

મોરબીમાં વિદેશી દારૂ સાથે બેની ધરપકડના

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે અલગ અલગ દરોડા પાડી બે શખ્સોને વિદેશી દારૂ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.દરોડા દરમિયાન એક કેસમાં વિદેશી દારૂ સપ્લાયરનું નામ ખુલવા પામ્યું હતું.

પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે વાવડી રોડ પર ઉમિયા પાર્ક પાસેથી આરોપી બસીર ઉર્ફે ટિકડી યુસુફભાઈ શાહમદાર રહે.મહેન્દ્રપરા મોરબી વાળાને વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 3342 સાથે ઝડપી લીધો હતો.આરોપીએ દારૂની આ બોટલ માધાપર મોરબીના દસરથસિંહ વનરાજસિંહ ઝાલા પાસેથી મેળવી હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.જ્યારે બીજા દરોડામાં રાજપર ચોકડી શનાળા ખાતે પટેલ સમાજ પાસેથી પોલીસે લાલજીભાઇ હનુભાઈ વાઘેલા રહે.આસ્થા સોસાયટી, મેટોડા, રાજકોટ વાળાને અલ્ટો કારમાં 500 મીલી વિદેશી દારૂ ભરેલી બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ દોઢ લાખની કાર કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.