Thursday - Jul 02, 2026

મોરબીના રાણી બાગમાં પુસ્તક મેળાની શરૂઆત, વાચકો માટે 20 હજારથી વધુ પુસ્તકોનો રસથાળ ખુલ્લો મુકાયો

મોરબીના રાણી બાગમાં પુસ્તક મેળાની શરૂઆત, વાચકો માટે 20 હજારથી વધુ પુસ્તકોનો રસથાળ ખુલ્લો મુકાયો

મોરબી : મોરબી શહેરી વિકાસ વર્ષ અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા વાંચન પ્રેમીઓ માટે ભવ્ય બુક ફેર ‘પુસ્તકોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આજે તારીખ 7 ફેબ્રુઆરીના રોજ મોરબીના મણી મંદિરના પટાંગણમાં રાણી બાગ ખાતે આ બુક ફેરને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ બુક ફેર 7 થી 11 ફેબ્રુઆરી સુધી સવારે 10 થી રાતના 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. જેમાં વાચકો માટે વિવિધ વિષયોના 20 હજારથી વધુ પુસ્તકો મળી રહેશે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત પ્રથમ બુકફેરનું મણીમંદિરના પટાંગણમાં રાણી બાગ ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું
આ ઉદઘાટન પ્રસંગે ચારેક શાળાના બાળકો પણ જોડાયા હતા. આ બુકફેરનો લાભ મોટી સંખ્યામાં મોરબી વાસીઓ લે તેવી અપીલ છે. આ બુક ફેરમાં બાળ સાહિત્ય, હિન્દુ, ગુજરાતી અને અંગ્રેજી સાહિત્ય સહિતના સાહિત્યો વાચકોને મળી રહેશે. આ બુક ફેરમાં 20 હજારથી વધુ પુસ્તકો રાખવામાં આવ્યા છે. 5 જેટલા પ્રકાશનો પણ આ બુક ફેરમાં જોડાયા છે. પાંચ દિવસ ચાલનારા આ બુક ફેરમાં વધુ ને વધુ લોકો લાભ લે તેવી અપીલ કરાઈ છે.

પુસ્તકોત્સવમાં વિવિધ વિષયોના 20 હજારથી વધુ પુસ્તકોનો ખજાનો ઉપલબ્ધ રહેશે, જેમાં મુખ્યત્વે નર્મદા પબ્લિકેશન બાળ સાહિત્ય, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી સાહિત્યના 4000 પુસ્તકો ગૂર્જર સાહિત્ય પ્રકાશન ગુજરાતી સાહિત્ય, સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો, નવલકથાઓ અને બાળ સાહિત્યના 2000 પુસ્તકો. અખિલ વિશ્વ સાહિત્ય પરિવાર ધાર્મિક અને હિન્દી સાહિત્યના 3000 પુસ્તકો, મોરબી મહાનગરપાલિકા (MMC): ગ્રંથમાળા, ઐતિહાસિક પુસ્તકો અને ભારતના મહાન નેતાઓની માહિતી આપતા 2000 પુસ્તકો, પુસ્તકોની સાથે નિરાલી પ્રજાપતિનું વિશેષ આર્ટ એક્ઝિબિશન પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.