Thursday - Jul 02, 2026

મોરબીમાં સર્કિટ હાઉસ રોડ પર જોખમી રીતે રીક્ષા ચલાવનાર ચાલક ઝડપાયો

મોરબીમાં સર્કિટ હાઉસ રોડ પર જોખમી રીતે રીક્ષા ચલાવનાર ચાલક ઝડપાયો

મોરબી : મોરબી શહેરમાં અવાર નવાર બાઈક ચાલકો, કાર ચાલકો સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે જાહેરમાં સ્ટંટ કરતા હોવાના બનાવ વચ્ચે ગત તા.2 ફેબ્રુઆરીના રોજ મોરબીના સર્કિટ હાઉસ રોડ પર જોખમી રીતે કાવા મારી સ્ટંટ કરનાર રીક્ષા ચાલકનો વીડિયો વાયરલ થતા પોલીસે આરોપીને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.

મોરબી શહેરના સર્કિટ હાઉસ રોડ પર જોખમી રીતે રીક્ષા ચલાવી આડા અવળા કાવા મારી જીજે - 36 - ડબ્લ્યુ - 3563 નંબરની રીક્ષા ચાલક સ્ટંટ કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા બી ડિવિઝન પોલીસે આરોપી રીક્ષા ચાલક કિશન પોપટભાઈ કુંઢીયા રહે.વેજીટેબલ રોડ મોરબી વાળાને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવી એમવી એકટ તેમજ બીએનએસ કાયદા મુજબ કાર્યવાહી કરી હતી.