મોરબી : મોરબી શહેરના માળીયા ફાટક પાસે રસ્તો ઓળંગી રહેલા નિઝામભાઈ રહીમભાઈ મોવર ઉ.30 રહે.શક્તિનગર નામના યુવકને ગત તા.5ના રોજ બપોરના સમયે ટ્રક નંબર જીજે - 10 - ઝેડ - 7453ના ચાલકે હડફેટે લઈ માથું ટાયર નીચે કચડી નાખતા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના કાકા અકબરભાઈ હાજીભાઈ મોવર રહે.ઇન્દિરાનગર મોરબી વાળાએ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.