Sunday - Jul 12, 2026

વાંકાનેર તાલુકામાં કાર અને બાઇકમાં બિયરના ટીન સાથે બેની ધરપકડ

વાંકાનેર તાલુકામાં કાર અને બાઇકમાં બિયરના ટીન સાથે બેની ધરપકડ

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે બે અલગ અલગ દરોડામાં ઢુંવા નજીક ઇકો સ્પોર્ટ કારમાં બિયર ટીન લઈને નીકળેલા એક શખ્સને તેમજ બીજા દરોડામાં બાઈક ઉપર બે બિયરના ટીન લઈને નીકળેલા શખ્સને ઝડપી લઈ 4.30 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બે આરોપીને પકડી પાડી એક આરોપીને ફરાર જાહેર કર્યો હતો.


પ્રથમ દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે ઢુંવા માટેલ રોડ ઉપર અક્ષર કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ સામેથી આરોપી ગૌતમ જીતેન્દ્રભાઈ રાઠોડ રહે.ભીમગુડા ખાણ, મૂળ રહે.અમરદળ, પોરબંદર વાળાને ઇકો સ્પોર્ટ્સ કારમાં બિયર ટીન એક કિંમત રૂપિયા 250 સાથે ઝડપી લઈ 4 લાખની કિંમતની કાર કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો. આરોપીએ બિયર ટીન જામસર ગામના મુકેશ નામના શખ્સ પાસેથી મેળવ્યું હોવાનું કબુલતા મુકેશને ફરાર જાહેર કરાયો હતો.જ્યારે બીજા દરોડામાં રંગપર ગામની સીમમાં સોમનાથ હોટલ પાસેથી આરોપી પ્રવીણભાઈ નથુભાઈ મેર રહે.રંગપર ગામ વાળાને બાઈક ઉપર બિયરના બે ટીન સાથે ઝડપી લઈ 30 હજારના બાઈક સહિત 30,440ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.