મોરબી : મોરબી શહેરના વજેપર વિસ્તાર તેમજ નજરબાગ વિસ્તારમાં આવેલ ગાંધી સોસાયટીમાં સીટી એ અને બી ડિવિઝન પોલીસે અલગ અલગ બે દરોડા પાડી વિદેશી દારૂના 41 ચપલા સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન એક આરોપીનું નામ ખુલતા કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો નોંધાવામાં આવ્યો હતો.
પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે વજેપર વિસ્તારમાં મતવા ચોક પાસે ગેબનશા પીરની દરગાહ પાસેથી આરોપી રસુલભાઈ હાજીભાઈ સામદાર નામના શખ્સને વિદેશી દારૂની 180 મીલી માપની 35 ચપલા બોટલ કિંમત રૂપિયા 4950 સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા દારૂના આ ધંધામાં આરોપી જાવેદભાઈ રહે.વીસીપરા વાળાની સંડોવણી કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે નજરબાગ સામે આવેલ ગાંધી સોસાયટીમાં દરોડો પાડી આરોપી પ્રવીણભાઈ ખીમજીભાઈ પરમારના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂના 6 ચપલા કિંમત રૂપિયા 558 કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.