મોરબી : મોરબી તાલુકાના બરવાળા ગામે રહેતા ફરિયાદી જગમાલભાઈ શામજીભાઈ ડાભી ઉ.25 નામના યુવાનને બરવાળા ગામમાં જ પાડોશમાં રહેતા આરોપી પ્રમોદભાઈ ખીમજીભાઈ પરમાર નામના શખ્સે પોતાના ભાભી સાથે કેમ આડા સંબંધ રાખે છે તેવી શંકા કરી જગણાલભાઈને ગાળો આપી લોખંડના પાઇપ વડે પગમાં ફ્રેક્ચર કરી નાખતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.