Tuesday - Jul 07, 2026

માળિયામાં રાત્રે અઢી ઇંચ, ટંકારામાં પોણો ઈંચ અને મોરબીમાં 13 મીમી વરસાદ

માળિયામાં રાત્રે અઢી ઇંચ, ટંકારામાં પોણો ઈંચ અને મોરબીમાં 13 મીમી વરસાદ

મોરબી : મોરબી જિલ્લામાં સતત બીજા દિવસે ગટરોને ધીમીધારે મેઘમહેર યથાવત રહી હતી. જો કે ગતરાત્રે મોરબી જીલ્લામાં માળીયા મી સિવાય ક્યાંય નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લાના તમામ 5 તાલુકાઓમાં હળવાથી લઈને ભારે વરસાદી ઝાપટાં નોંધાયા છે, જો કે એકમાત્ર માળિયા તાલુકામાં ગતરાત્રે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.

મોરબી જિલ્લામાં સૌથી વધુ વરસાદ માળિયા તાલુકામાં નોંધાયો હતો. અહીં 24 કલાકમાં કુલ 73 મીમી એટલે આશરે 2.87 ઇંચ વરસાદ પડ્યો હતો. માળિયામાં ગતરાત્રે 8થી 10 વાગ્યાના સમયગાળા દરમિયાન જ ભારે 69 મીમી વરસાદ ખાબક્યો હતો.

ટંકારા તાલુકામાં 24 કલાક દરમિયાન કુલ 17 મીમી (0.67 ઇંચ) વરસાદ નોંધાયો છે. અહીં મુખ્યત્વે ગતરાત્રે 8 થી 10 દરમિયાન 11 મીમી અને ત્યારબાદ રાત્રે 10 થી 12 દરમિયાન 6 મીમી વરસાદ પડ્યો હતો.

મોરબી જિલ્લાના મુખ્ય મથક એવા મોરબી તાલુકામાં ગતરાત્રે ધીમીધારે 13 મીમી (0.51 ઇંચ) વરસાદ નોંધાયો હતો. આ સામાન્ય વરસાદથી પણ.ઠેરઠેર પાણી ભરાયા હતા અને કાદવ કિચડનું સામ્રાજ્ય સ્થપાય ગયું હતું.

વાંકાનેર તાલુકામાં ગત રાત્રીના સમયગાળા દરમિયાન કુલ 7 મીમી (0.28 ઇંચ) હળવો વરસાદ નોંધાયો હતો. જ્યારે હળવદ તાલુકામાં પણ 24 કલાકમાં કુલ 6 મીમી (0.24 ઇંચ) વરસાદી ઝાપટું પડ્યું હતું.

માળિયામાં રાત્રે અઢી ઇંચ, ટંકારામાં પોણો ઈંચ અને મોરબીમાં 13 મીમી વરસાદ