Tuesday - Jul 07, 2026

નવકાર કોમ્પ્યુટર એકેડેમીના 13 વર્ષ પૂર્ણ થતા પ્રથમવાર ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો,

નવકાર કોમ્પ્યુટર એકેડેમીના 13 વર્ષ પૂર્ણ થતા પ્રથમવાર ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો,

મોરબી, તા. 7: શહેરની અગ્રણી કોમ્પ્યુટર શિક્ષણ સંસ્થા નવકાર કોમ્પ્યુટર એકેડેમી દ્વારા સંસ્થાની સ્થાપનાના 13 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં રવિવારે ભવ્ય એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના ઈતિહાસમાં કોઈ કોમ્પ્યુટર ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવવા માટે આ પ્રકારનો આ પ્રથમ સન્માન સમારોહ હતો.

શહેરના ટાઉનહોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં AICESના હેડ દિલીપ મકવાણા, મિરાણી સર, અલ્પેશ ગાંધી, જાડેજા સર, અનિલ સર, કલ્પેસ પુજારા, કાસુન્દા સર, ધર્મેન્દ્ર સર, અશોક સર, ભાવેશ હડીયલ, કિશોરભાઈ, હર્ષદ કંઝારીયા, જીતેન્દ્ર પિત્રોડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

નવકાર કોમ્પ્યુટર એકેડેમીના 13 વર્ષ પૂર્ણ થતા પ્રથમવાર ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો,
નવકાર કોમ્પ્યુટર એકેડેમીના 13 વર્ષ પૂર્ણ થતા પ્રથમવાર ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો,
નવકાર કોમ્પ્યુટર એકેડેમીના 13 વર્ષ પૂર્ણ થતા પ્રથમવાર ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો,

સમારોહમાં CCC, TallyPrime, ગ્રાફિક્સ ડિઝાઇનિંગ, ટાઇલ્સ ડિઝાઇનિંગ, C Language અને AI જેવા કોર્ષમાં શ્રેષ્ઠ દેખાવ કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર 40થી વધુ વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, સંસ્થામાંથી અભ્યાસ કરી હાલ સરકારી નોકરી તથા સિરામિક ઉદ્યોગમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત 30થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવ્યું હતું. સંસ્થાના સ્ટાફનું પણ યોગદાન બદલ સન્માન કરાયું હતું.

કાર્યક્રમમાં 300થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ભોજન સમારંભનું આયોજન કરાયું હતું. 
 
નવકાર કોમ્પ્યુટર એકેડેમીના 13 વર્ષ પૂર્ણ થતા પ્રથમવાર ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો,
નવકાર કોમ્પ્યુટર એકેડેમીના 13 વર્ષ પૂર્ણ થતા પ્રથમવાર ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો,
નવકાર કોમ્પ્યુટર એકેડેમીના 13 વર્ષ પૂર્ણ થતા પ્રથમવાર ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો,

સંસ્થાના સંચાલક દિપેશ દોશીએ જણાવ્યું હતું કે, "13 વર્ષની સફળ સફર બાદ પણ અમે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીશું."