Tuesday - Jul 07, 2026

ટંકારા નજીક રોડ પર બાઈક આડે આખલો ઉતરતા યુવાનનું મોત

ટંકારા નજીક રોડ પર બાઈક આડે આખલો ઉતરતા યુવાનનું મોત

ટંકારા : ટંકારા તાલુકાના મિતાણાથી ગણેશપર ગામ જતા રસ્તા પર ગત તા.3 જુલાઈના રોજ રાત્રીના સમયે મૂળ મધ્યપ્રદેશના વતની મોનાભાઈ તેનુભાઈ પસાયા ઉ.વ.18 પોતાની ભાગમાં રાખેલી વાડીએ એમપી - 45 - એમકયું - 6758 નંબરનું બાઈક લઈને જતા હતા ત્યારે ફ્રેન્સ પોલીપેક કારખાના પાસે અચાનક રોડ પર આખલો આડો ઉતરતા બાઈક આખલા સાથે અથડાતા મોનાભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.