Tuesday - Jul 21, 2026

ટંકારાના નેકનામમાં વીસ દિવસ પૂર્વે જ ભાગમાં વાડી વાવવા રાખીને ખેતમજુરી કરતી પરિણીતાની આત્મહત્યા

ટંકારાના નેકનામમાં વીસ દિવસ પૂર્વે જ ભાગમાં વાડી વાવવા રાખીને ખેતમજુરી કરતી પરિણીતાની આત્મહત્યા

ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં કિશોરભાઈ પટેલની વાડીએ રહેતા અને ખેતમજૂરી કરતા મૂળ દાહોદના વતની સુનિતાબેન માંજુભાઈ સંગોડ ઉ.વ.24 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર વાડીએ આવેલ જાંબુડાના ઝાડ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના દોઢેક વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું તેમજ વીસ દિવસ પૂર્વે જ નેકનામ ખાતે ભાગમાં વાડી વાવવા રાખી હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.