Monday - Jul 20, 2026

ઔદ્યોગિક શહેરને હરિયાળું બનાવવાનો સંકલ્પ: માત્ર એક કલાકમાં 1500 ઘટાદાર વૃક્ષોના રોપાનું વિતરણ

ઔદ્યોગિક શહેરને હરિયાળું બનાવવાનો સંકલ્પ: માત્ર એક કલાકમાં 1500 ઘટાદાર વૃક્ષોના રોપાનું વિતરણ

મયુર નેચર ક્લબ અને વન વિભાગની પહેલને નાગરિકોનો ઉત્સાહભેર પ્રતિસાદ, સવારથી જ રોપા લેવા ઉમટી ભીડ

મોરબી : ઔદ્યોગિક વિકાસ સાથે પાછલા દરવાજે પ્રવેશી ગયેલા પ્રદૂષણના જોખમી સ્તરને અંકુશમાં લેવા માટે મોરબીમાં હરિયાળી ક્રાંતિ કરવાનો મયુર નેચર ક્લબ-મોરબી અને વન વિભાગ-મોરબીએ સંકલ્પ કર્યો છે. શહેર અને આસપાસના વિસ્તારોમાં વધુને વધુ વૃક્ષો વવાય તે માટે લોકો પણ સ્વંય જાગૃત બને તેવા આ સંસ્થાના 15 વર્ષથી દર ચોમાસાના પ્રારંભે ફ્રી રોપા વિતરણનો લોકો લાભ લઇ વૃક્ષો વાવે તેવા સકારાત્મક પ્રયાસો હવે સાકાર થયા છે. આ સંસ્થાના મતે હવે લોકો બાંગ્લામાં શોભા આપે એવા વેલ કે અન્ય કોઈ ફળના રોપા વાવવાને બદલે દર વર્ષે સ્વંય લોકો ઉમેટી.પડીને રોપા લેવા રીતસર પડાપડી કરે છે. એનો મતબલ એ છે કે હવે લોકોને પર્યાવરણની જતનની મહત્તા સમજાય છે.
 

ઔદ્યોગિક શહેરને હરિયાળું બનાવવાનો સંકલ્પ: માત્ર એક કલાકમાં 1500 ઘટાદાર વૃક્ષોના રોપાનું વિતરણ

મોરબીમાં વિલંબિત ચોમાસા વચ્ચે પણ થોડો મોડો વૃક્ષો વાવી શકાય એટલો વરસાદ પડતાં ચોમાસાના પ્રારંભે જ દર વર્ષની પરંપરા મુજબ શહેરના રામચોક ખાતે કે.કે. સ્ટીલ સામે કબીભી બેકરી પાસેમ યુર નેચર ક્લબ-મોરબી અને વન વિભાગ-મોરબી દ્વારા આજે વિનામુલ્યે ઘટાદાર વૃક્ષો ઉગે તેવા વૃક્ષોના રોપાના વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાએ જણાવ્યું હતું કે, પ્રકૃતિના જતન માટે લોકોમાં ઉત્સાહ એટલો હતો કે હજુ તો રોપા વિતરણ શરૂ થાય એ પહેલા જ બાળકો, મહિલાઓ, યુવાનો,વડીલો સહિતની મોટી ભીડ ઉમટી પડી હતી. લોકોની ભીડ વધુ હોય માંડ માંડ કતાર ગોઠવીને રોપાનું વિતરણ કરવું પડ્યું હતું. જો કે દરેક વ્યક્તિની બેથી ત્રણ રોપા લઈ જવાની ઈચ્છા હતી પણ રોપા મર્યાદિત સંખ્યામાં જ હોવાથી પ્રત્યેક વ્યક્તિને એક એક જ રોપાનું વિતરણ કરાયું હતું. રોપા લેવાના લોકોના અદમ્ય ઉત્સાહને પગલે માત્ર એક કલાકમાં જ 1500થી વધુ રોપાનું વિતરણ થઈ ગયું હતું. લોકોએ સીતાફળ, જાંબુડા, આમળા, કરંજ, સરગવો, લીમડો, વડ, પેલ્ટાફોરમ, ગોરસ આંબલી, ખાટી આંબલી સહિત પર્યાવરણ અને ઘરઆંગણે ઉપયોગી એવા વિવિધ પ્રકારના વૃક્ષોના રોપા મેળવી પોતાના ઘર, સોસાયટી તથા આસપાસના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
 

ઔદ્યોગિક શહેરને હરિયાળું બનાવવાનો સંકલ્પ: માત્ર એક કલાકમાં 1500 ઘટાદાર વૃક્ષોના રોપાનું વિતરણ

વૃક્ષોનું મહત્વ પણ સમજાવ્યું

મયુર નેચર ક્લબના પ્રમુખ એમ.જે. મારુતિ, જીતુભાઈ ઠકકર અને વન વિભાગના અનિલ એરવાડિયા સહિતના આગેવાનોના જણાવ્યા મુજબ લોકોમાં વૃક્ષો પ્રત્યેની જાગૃતિ દર વર્ષે વધી રહી છે અને હજુ પણ વધુમાં વધુ લોકો પોતાના ઘરઆંગણે વૃક્ષો વાવે તો મોરબીને હરિયાળું ઉપવન બનાવવાનું સ્વપ્ન સાકાર થઈ શકે છે. વધુમાં કહ્યું હતું કે, કોરોના વખતે ઓકિસજનની ઉણપ વર્તાય હતી. ત્યારે આ ઘટાદાર વૃક્ષો માત્ર છાંયડો જ નહીં શુદ્ધ ઓક્સિજન આપતા હોય અને પર્યાવરણની સમતુલા પણ જાળવતા હોય તેમજ ઘણા વૃક્ષોમાં અસાધારણ રોગને નિર્મૂલન કરવાની ક્ષમતા હોવાથી લોકોને વધુને વધુ વૃક્ષો વાવવાનું મહત્વ સમજાવ્યું હતું.
 

ઔદ્યોગિક શહેરને હરિયાળું બનાવવાનો સંકલ્પ: માત્ર એક કલાકમાં 1500 ઘટાદાર વૃક્ષોના રોપાનું વિતરણ