Tuesday - Sep 29, 2026

માળિયા (મી)ના બગસરા ગામેં પવનચક્કીમાંથી તસ્કરો 260 મીટર કોપર કેબલ ઉઠાવી ગયા

માળિયા (મી)ના બગસરા ગામેં પવનચક્કીમાંથી તસ્કરો 260 મીટર કોપર કેબલ ઉઠાવી ગયા

બગસરા પાસે પવનચક્કીનું તાળું તોડી રૂ.78 હજારના કેબલની ચોરી કરી ગયાની ફરિયાદ

મોરબી : માળિયા (મી)ના બગસરા ગામની સીમમાં આવેલી પવનચક્કીને તસ્કરોએ નિશાન બનાવી તાળું તોડી અંદરથી કોપરના કેબલ વાયરની ચોરી કરી હતી. બનાવમાં કુલ 260 મીટર કેબલ ચોરાતા તેની કિંમત રૂ.78 હજાર હોવાનું સામે આવ્યું છે.

માળિયા (મી) તાલુકાના વવાણીયા ગામે રહેતા નરેન્દ્રસિંહ ઉર્ફે પીન્ટુભાઈ મેઘુભા પરમારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ માળિયા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ગત તા.23ની રાત્રિના સમયે બગસરા ગામની સીમમાં આવેલી પવનચક્કી નંબર VM-36ને અજાણ્યા તસ્કરે નિશાન બનાવી હતી. તસ્કરે પવનચક્કીનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાંથી 240 સ્ક્વેર એમ.એમ.ના કોપર કેબલમાંથી કુલ 260 મીટર વાયર ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચોરાયેલા કેબલની કિંમત આશરે રૂ.78 હજાર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બનાવ અંગે ફરિયાદ નોંધાતા માળિયા તાલુકા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.