Friday - Oct 09, 2026

વાંકાનેર નજીક ટ્રક હડફેટે આધેડનું મોત

વાંકાનેર નજીક ટ્રક હડફેટે આધેડનું મોત

મોરબી : વાંકાનેર તાલુકાના વાલાસણ ગામની સીમમાં ઇન્ડિયન કોટન મિલ પાસે રોડની સાઈડમાં ઉભેલા અબુજીભાઈ કડીવાર નામના પ્રૌઢને જીજે - 10 - ટીવાય - 8777 નંબરના ટ્રક ચાલકે હડફેટે લેતા અબુજીભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો. ઘટના અંગે મૃતકના પુત્ર મુસ્તકભાઈ અબુજીભાઈ કડીવાર રહે.વાલાસણ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.