ટંકારા : ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતા પ્રાણજીવનભાઈ નારણભાઇ અંદોદરિયા ગત તા.7ના રોજ નસીતપર - રાજપર રોડ પર વોકિંગ કરવા નીકળ્યા હતા ત્યારે રાત્રીના સમયે જીજે - 03 - વી - 7885 નંબરના ટ્રક ચાલકે પ્રાણજીવનભાઈને હડફેટે લઈ ગંભીર ઇજા પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી જતા મૃતકના ભાઈ પ્રભુભાઈ નારણભાઇ અંદોદરિયા રહે.નસીતપર વાળાઓએ ટંકારા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.