મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સર્વેલન્સ સ્ટાફની બાતમીના આધારે મોરબીના સર્કિટ હાઉસ સામે વિદ્યુતનગરના ઢાળીયા પાસે રેડ કરી જાહેરમાં જુગાર રમતા 5 શખ્સોને ગંજીપાનાના નંગ- 52 તથા 22,800 રોકડ રૂપિયા સાથે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા શખ્સોમાં રમેશભાઈ દેવજીભાઈ ભોયા, હરેશભાઈ ગીરીજાશંકર ત્રિવેદી, મહેશભાઈ કાળુભાઈ શેખાણી, લક્ષ્મણભાઈ સબુભાઈ ખાંટ અને દિનેશભાઈ મોહનભાઈ ઝીંઝુવાડીયાનો સમાવેશ થાય છે. તમામ શખ્સોને ઝડપીને જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.