મોરબી: ‘અબોલ જીવોની સેવા એ જ સાચી પ્રભુ સેવા’ - આ ઉમદા ભાવના સાથે મચ્છુ જળ હોનારતની 47 મી વરસી નિમિત્તે ‘પરહિતકર્મ ગ્રુપ’ દ્વારા એક સરાહનીય અને સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે.
પરહિતકર્મ ગ્રુપના સભ્યો દ્વારા 51 નારિયેળમાં કીડીયારું પૂરીને મચ્છુ જળ હોનારતમાં અકાળે કાળધર્મ પામેલા દિવંગત આત્માઓ તેમજ દેશની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનાર અમર જવાન શહીદોને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ માત્ર સ્મરણાંજલિ પૂરતો મર્યાદિત ન રહેતાં, આપણી ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય સંસ્કાર અને મૂલ્યોને પુનઃજીવંત કરવાનો સુંદર પ્રયાસ બન્યો છે. અબોલ જીવ-જંતુઓની સેવા કરીને દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી એ આપણી પ્રાચીન પરંપરા છે.
ચાલો, આ પાવન પ્રસંગે આપણે સૌ પણ પ્રેરણા લઈએ, આપણી સંસ્કૃતિના મૂલ્યોને જાળવી રાખીએ અને ‘ચાલો પાછા સેવાની સરવાણી વહાવીએ’ ના મંત્રને સાર્થક કરી માનવતા અને જીવદયાના કાર્યોમાં સહભાગી બનીએ.
"જે પરહિતમાં લીન છે, એ જ પ્રભુની સૌથી નજીક છે."